સંબંધો ની ભરમાર...


આ સંબંધો ની ભરમાર છે,
સંસાર નાં આ ચક્ર ની પીડા અપાર છે...

કોઈએ મને નાં પૂછ્યું,
એની સહુને વ્યથા છે,
પોતાના બાળકો નાં પૂછે,
તો એ એમની કથા છે....

વ્યવહાર સામે વાળો કરે,
એની અહીંયા સહુને ઈચ્છા છે,
પણ સંબંધ ની ક્યાં કોઈને પૂછ્યા છે??...

આ મારો અને આ તારો,
વ્યક્તિઓ પણ આજે વહેચાય છે,
પરિવાર માં પણ રમત રમે છે,
રાજનીતિ નાં આ ખબર પરિવાર માં પણ વહેચાય છે...

આને મને ફોન ન કર્યો,
આને મારી સાથે વ્યવહાર નાં કર્યો ની પીડા છે,
પોતાના ઘરના વ્યવહાર નાં કરે છતાં,
બીજા નાં વ્યવહાર ની અહીં પીડા છે...

ધર્મ આપણે સહુ કરીએ છે,
તપનો મહિમા અપાર છે,
તોય સંસાર નાં રાગ દ્વેષ માં રમતા,
ધર્મ ભાવ છોડી ક્રિયા નો રમતો સાર છે,

વ્યવહાર ની આ લીલા અપાર....

સંબંધો ની આ ભરમાર છે,
સંસાર નાં આ ચક્ર ની પીડા અપાર છે...

Comments

Post a Comment